આમ ને આમ દિવસો ગયા ને..... રોજ સાંજ પણ પડતી ગઇ:
શોખ મરતા ગયા એક એક કરીને..... જવાબદારી વધતી ગઇ:
સપનાઓ રૂંધાયા અને મુલાયમ..હાથ ની રેખાઓ બળતી ગઇ:
પૈસા ને પરિસ્થિતિના ખેલ મા....... સાલી જીંદગી ઢળતી ગઇ:
સારા કે સાચા હોવાની સજાઓ......હર ઘડી ધડી મળતી ગઇ:
આ ન કરો પેલું ન કરતાં તેવી.......બરાબર સુચના મળતી ગઇ,
રહેવું હતુ નાનુ અમારે પણ...........ઉમર હતી કે વધતી ગઇ:
આમ ને આમ દિવસો ગયા ને...
જીન્દગી_ની_સાંજ_પણ_ઢળતી_ગઇ...
No comments:
Post a Comment